06 દગો


હો રોમત દિલ મારા ચુપ થઇ જાને
હો રોમત દિલ મારા ચુપ થઇ જાને
તારુ મારુ દર્દ અહી કોઈ નહી જાણે
રોમત દિલ મારા ચુપ થઇ જાને
તારુ મારુ દર્દ અહી કોઈ નહી જાણે

હો જિંદગીમાં મળે બધા સાચા ક્યાં હોય છે
જિંદગીમાં મળે બધા સાચા ક્યાં હોય છે
દિલમાં રઈને દગો કરતા હોય છે
હો દિલમાં રઈને દગો કરતા હોય છે
હો રોમત દિલ મારા ચુપ થઇ જાને
તારુ મારુ દર્દ અહી કોઈ નહી જાણે
તારુ મારુ દર્દ હવે કોઈ નહી જાણે

હો હૈયામાં દર્દ હોઠે હસવુ પડશે રે,
ઝેરના ઘૂંટડા પીને જીવવું પડશે રે,
હો સુખ દુઃખ તો છે તડકોને છાયો,
વિધાતાએ જાણી જોઈ નિયમ બનાયો
આંખોથી દુર થયા દિલમાં રહેનારા
પાછા હવે મળે નહી તારા ચાહનારા
હો પાછા નહી મળે હવે તારા ચાહનારા
હો રોમત દિલ મારા

શિકવા કરુ કે શિકાયત કરુ રે,
ખબર નથી કોનો વિશ્વાસ કરુ રે,
હો મંજીલ તો મળી ના રસ્તા ભૂલા પડ્યા
પ્રેમના માર્ગમાં પ્રેમીઓ જુદા પડ્યા
હો યાદ કરી વાતો તારી આંખો રડી જાય છે
યાદ કરી વાતો તારી આંખો રડી જાય છે
હો આંસુ લુસી લુસીને દિવસ મારો જાય છે
હો રો મત દિલ મારા ચુપ


Leave a Reply

Your email address will not be published.