07 તને મારા વિના નઈ ચાલે


હો ભલે જાનુડી મારી હંભાળના લે
યાદ મારી આવશે હર એક પળે
આજે નહી તો કાલે
તને મારા વિના નઈ ચાલે
મિનિટે મિનિટે મારૂ મોઢુ દેખાશે
હેંડ તને ચાલતા મારા ભણકારા વાગશે
હો હુ નહી મળુ કોઇ કાળે
તને નહી મળુ કોઇ કાળે
તને મારા વિના નઈ ચાલે
આજે નહી તો કાલે

હો રાતને દાડો મારા વીના સુનો લાગશે
તને તો જાનુ મારી જુદાઇ રડાવશે
હો આંખેથી આંસુ તને ટપ-ટપ આવશે
મારા વીના તો તને એકલુ રે લાગશે
ઘડિયે ઘડિયે તારુ હૈયુ હલી જાશે
ભલે તુ શોધે પણ હુ નઈ હોય પાસે
હો આખી દુનિયા હસે તારી હારે
તને મારા વિના નઈ ચાલે
આજે નહી તો કાલે

તારી જિંદગીમા બધી વાતે સુખ હસે
મારા ન હોવાનુ જાનુ તને દુખ થાશે
જિવવુ પડશે તારે મળવાના ભરોસે
મારા પોતાવીના કસુ હોય નઈ તારી પાસે
મને છોડવાનો તને અફસોસ થાસે
જ્યારે મારા પ્રેમની તને ખોટ વરતાસે
હો વેરણ લાગસે ધોળા દાડે
તને જીગા વિના નઈ ચાલે
આજે નહી તો કાલે


Leave a Reply

Your email address will not be published.