08 તને પળ પળ સાજન યાદ કરુ


હો તને પળ પળ સાજન યાદ કરુ
મારા દિલને મળવા યાદ કરુ
જટ આવને મારી જાનુડી
હવે કોને હુ ફરીયાદ કરુ
રોઇ રોઇ આંસુ બરબાદ કરુ
જટ આવને મારી જાનુડી
હાદ હામ્ભળજે તુ મારો
બહુ દુખી સે સાજણ તારો
હવે હૈયે બળતો હુ ફરુ
તને પળ પળ સાજન

હો તારા વિનાનો રુદિયો રુવે
નજરૂ નિહાપો નાખે સે
તારો વાલમ વાટુ જોવે
આશા તારી રાખે છે
હવે એકલો હુ તડપુ છુ
મારી સાજણ વાટ જોઉ છુ
તને મળવા સજની હુ મરુ
તને પળ પળ સાજન

હો ના આવે સજણી તુને
પ્રમના સોગંધ આપુ છુ
આંખે યાદમા આંસુ સારુ
આયખુ મારુ કાપુ છુ
તુ કેમ ના દોડી આવે
તારો સાજણ મળવા બોલાવે
તારા વીના જીવીને શુ કરુ
તને પળ પળ સાજન


Leave a Reply

Your email address will not be published.