10 મારી હંભાળ લેનારી જતી રે રહી


એના ગયા પછી જિંદગી જાણે પુરી થઇ ગઈ
એના ગયા પછી જિંદગી જાણે પુરી થઇ ગઈ
મારી હંભાળ લેનારી જતી રે રહી
મારા હાથમાંથી સુખની રેખા હટી રે ગઈ
મારી હંભાળ લેનારી જતી રે રહી

હો રિહામણા મનામણા શું રે થઇ ગયા
કીધા વગર એતો દુર રે થઇ ગયા
રિહામણા મનામણા શું રે થઇ ગયા
કીધા વગર એતો દુર રે થઇ ગયા
મારી વાતનો વિહામો મને મળ્યા વગર ગઈ
મારી હંભાળ લેનારી જતી રે રહી
રોજ મારી હંભાળ લેનારી જતી રે રહી

હો આડી પોથી મસ્ત લાગે એવું મને કેતી
એના મારા કપડાનો કલર મેચિંગ કરતી
હો એની ઓઢણીથી મારો પરસેવો રે લૂછતી
ખબર છે મારા માટે પેપળો એ પૂજતી
હો કોના માટે અમે હવે તૈયાર થઈ ફરશું
શોક બધા છોડી દીધા ઠાઠ નહિ કરશું
દિલના ચોપડેથી નામ મારુ કમી કરી ગઈ
મારી હંભાળ લેનારી જતી રે રહી

હો એની જાતથી વધારે એ ચિંતા મારી કરતી
નશીબ વાળાને આવી પ્રેમિકા રે મળતી
મેં ખાધું કે ના ખાધું એ ખબર બધી રાખતી
રોજ મોડા ઘેર પોચું ત્યાં સુધી જાગતી
હો પરણીને લાવવી હતી મારા રે ઘરમાં
ખોટ મોટી પડી ગઈ મારા રે જીવતરમાં
મારા અડધા અંગની ધણીઓની હેત ભૂલી ગઈ
મારી હંભાળ લેનારી જતી રે રહી
એના ગયા પછી જિંદગી જાણે પુરી થઇ ગઈ
મારી હંભાળ લેનારી જતી રે રહી


Leave a Reply

Your email address will not be published.