મારી જીવન નૈયાને કિનારો નથી
મારા પ્રેમનો તુ સાચો સહારો નથી
માની લીધુ મે એટલુ,
કે તુ મારો નથી, કે તું મારો નથી
અંતરના ભાવ લઇ ચાહતની પ્યાસ લઇ
તારા ભરોસે છોડી મારી આ ઝીંદગી
હવે જીવવાનો કોઈ મારે આરો નથી
મારા પ્રેમનો તુ સાચો સહારો નથી
માની લીધુમે એટલું કે તુ મારો નથી
તારી સાથે જે સપના જોયા
યાદ કરી અમે ખુબ રોયા
પ્રેમ હોય સાચો તો આવુ ના થાય
હસાવનાર ના રોવડાવી જાય
મારી પાપણનો તુ પલકારો નથી
મારા પ્રેમનો તુ સાચો સહારો નથી
માની લીધુ મે એટલુકે તુ મારો નથી
જાણી લીધુમે એટલું કે તું મારો નથી
હો હૈયાનું હેત તારું જખી રહ્યા
તોય ના પ્રેમ મારો સમજી શક્યા
કેટલા જુલમને સિતમને સહી
ફરિયાદ કોઈ ને કદી ના કરી
મારી ધડકન ન તું ધબકારો નથી
મારા પ્રેમનો તુ સાચો સહારો નથી
માની લીધુ મે એટલુકે તું મારો નથી