અરે રે તારા જેવા લાડ મન કોણ રે કરસે
અરે રે તારા જેવુ હસી મન કોણ રે બોલાવસે
હે તુ ચ્યો જતી રઈ તારી આદત પડી ગઈ
ચ્યો જતી રઈ તારી આદત પડી ગઈ
અરે રે તારા જેવો હાથ મન કોણ રે ફેરવશે
અરે રે તારા જેવા લાડ મન કોણ રે કરશે
હો ધરતી ઉપર મને સ્વર્ગ રે દેખાતુ,
જયારે જયારે જાનુ તને મળવાનુ થાતુ
હો એકબીજાની હોમે જોઇ રે રેવાતુ
ઓખોના એરિયામા ખોવાઈ રે જવાતુ
હે તારી મીઠી મીઠી વાતો યાદ કરી રોઈ જાતો
મીઠી મીઠી વાતો યાદ કરી રોઈ જાતો
અરે રે તારા જેવું ધ્યાન મારુ કોણ રે રાખસે
અરે રે તારા જેવા લાડ મન કોણ રે કરસે
હો મને જે ગમેએ ગમાડી રે લેતી
હુ જે આપુ એ પેરી રે લેતી
હો બાઈક પાછળ બેહીને ચોટી રે પડતી
મારી હારે તુ તો બિન્દાસ ફરતી
હે મારા ઓતેડાનો ઓરતો હુ તો રોજ તને ખોળતો
ઓતેડાનો ઓરતો હુ તો રોજ તને ખોળતો
અરે રે જીગો જીગો કઈને મન કોણ રે બોલાવસે
અરે રે તારા જેવો હાચો પ્રેમ કોણ મન કરસે
અરે રે તારા જેવા લાડ મન કોણ રે કરસે