હો તમે બહો રહો સો બિજી
હવે વાત કરો સીધી
પછી કેતા નઈ કેમ ખીઝી
મને લાગે છે તમને મળી ગઈ બીજી
પહેલા તમે મારી જોડે આવુ નતા કરતા
હવે કોઈ વાત મારી તમે નથી માનતા
હે તમે બહો રહો છો બિજી
હવે વાત કરો સીધી
પછી કેતા નઈ ચમ ખિઝી
મને લાગે સે તમને મળી ગઈ બીજી
હો કોઈનુ રૂપ જોઈ મનમોહી ના જાશો
વાત મારી માનો નહી તો તમે મને ખોશો
ઘર છોડી ને તમે હોટલમાં ના ખાશો
ચાર સુધી બોલો તમે બારોબાર ફરશો
હો પસ્તાવાનો વારો જોજો આવશે તમારો
યાદ આવશે જયારે પ્રેમ તમને મારો
હે તમે બહો રહો છો બિજી
હવે વાત કરો સીધી
પછી કેતા નઈ ચમ ખિઝી
મને લાગે સે તમને મળી ગઈ બીજી
હો તારી જોડે લગન કરી હું તો પસતાણી
જિંદગી જોણે મારી પોજરે પુરાણી
નવો નવો પ્રેમ તારો નવ દાડાનો રહ્યો
કોઈ દિવસના ચોય ફરવા લઈ ગયો
હો મારા બાપના ઘરે તો જલસા કર્યા સે
તારા ઘરે આઈ ખોટા ઉજાગરા કર્યા સે
હે તમે બહો રહો છો બિજી
હવે વાત કરો સીધી
પછી કેતા નઈ ચમ ખિઝી
મને લાગે સે તમને મળી ગઈ બીજી