રાહ તારી જોવામાં અમે ટેવાઈ ગયા
પણ તમે ક્યાં ખોવાઈ ગયા
બીજુ કોણ ગમ્યુ કે અમે ભુલાઈ ગયા
પણ તમે ક્યાં ખોવાઈ ગયા
રાહ ન જોવું છું પાછી તું આવશે
પેલા જેવો પ્રેમ દિલમાં લાવશે
ભૂલથી તારા સપના મને જોવાઈ ગયા
પણ તમે ક્યાં ખોવાઈ ગયા
અઠવાડિયું મેં પંદર દાડા
તમે બાંધી લીધા વિદાઈના વાડા
મુખડા ધોળાને દિલના કાળા
વેર વિખેર કર્યા પ્રેમના રે માળા
ત્યાં જ ઉભો છું જ્યાં છોડીને ગયા તા
હમણાં આવું કહીને હાલતા થયા તા
રાહ તારી જોવામાં અમે ટેવાઈ ગયા
પણ તમે ક્યાં ખોવાઈ ગયા
હમાચાર સાભળ્યા ને ઢોલ પણ વાગ્યા
વિવાહનું મુરત કાઢ્યું છે તારું
તારા વિના તો શું થશે મારુ
તમે બની જાશો કોકની વહુવારુ
પારકા પિયુને પડતો મેલજે
વરમાળા તું તો તોડીને આવજે
રાહ તારી જોવામાં અમે ટેવાઈ ગયા
પણ તમે ક્યાં ખોવાઈ ગયા
બીજું કોણ ગમ્યું કે અમે ભુલાઈ ગયા
પણ તમે ક્યાં ખોવાઈ ગયા