તારો ભરોસો કરી ને મે ભુલ રે કરી,
હો તારો ભરોસો કરીને મે ભુલ રે કરી
તને ઓળખવામાં મે મોટી ભુલ રે કરી
બેવફા કેમ આવી મારા રે જીવનમાં
દગો જો હતો જાનુ તારા રે મનમાં
હો તને દિલ ની વાત કઈને મે ભુલ રે કરી
એ તારો ભરોસો કરી ને મે ભુલ રે કરી
હો એક જુઠ છુપાવવા હજારો જુઠ બોલ્યા
અંધારામાં રાખી મને ખેલ તમે ખેલ્યા
ખોટી વાતો સાચી માની કઈ ના બોલ્યા
અફસોસ થાય સે કે તોયે એકલા મેલ્યા
હો ઘોડિયામાં તમે હાચુ નઈ હોય રોયા
તારા જેવા જુઠ્ઠા મેં ચોય ના જોયા
તને પોતાની માનીને મે ભુલ રે કરી
હે તારો ભરોસો કરીને મે ભુલ રે કરી
જયારે જયારે અડધી રાતે આંખ ખુલી જાય સે
તારી યાદ આવેને ઉંઘ ઉડી જાય સે
વિતાવેલી વેળા નજર સામે દેખાય સે
બેવફાને જોઈ હાચો પ્રેમ શરમાય સે
હો ગમતી તી ગાલ ઉપર આવતી જે લટ રે
સાથ છોડી દીધો ના કરી ચોખવટ રે
જીગા એ પ્રેમ કરીને ભુલ રે કરી
હો તારો ભરોસો કરીને મે ભુલ રે કરી
હો તને ઓળખવામાં મે મોટી ભુલ રે કરી
હો તારો ભરોસો કરીને મે ભુલ રે કરી