એ મહેંદી લીલીને રંગ એનો રાતો હતો,
એ તારી યાદમો દાડો મારો જાતો નતો
તારા કોઈ હોચ નથી, નથી હમાચાર અલ્યા
હે જોજે આવવામાં મોડુ ના થાય મળવા
વાટ જોઈને આખ રાતી થઇ
એ તારો ફોન આયોને રાજી રાજી થઇ
એ મહેંદી લીલીને રંગ
એ લમણાં દુખે કેડ કોમ નથી કરતી
તારા વગર મને ચેન નથી પડતી
એ ઘરમાં ચક્કર મારુ આટા ફેરા કરતી
તારુ નામ લઈને અલ્યા જેને તેને પૂછતી
બે દાડાથી ખાધું નથી પાણી અલ્યા પીધું નથી
એ તું આવેતો ખાવા ઉતરે ગળામો
વાટ જોઈને આંખ રાતી થઇ
એ તારો ફોન આયોને રાજી રાજી થઇ
એ મહેંદી લીલી ને રંગ
એ હાસુ કયોને મને મળવા ક્યારે આવસો
મારા માટે બોલો શું શું લાવસો
પાટણનું પટોળુંને સુરતની હાડીઓ
મારા માટે તમે લાવજો બંગડીયો
મોડું ના કરતા તમે વેલા આવજો
એ તને ભાળીને હૈયું હરખાય સાયબા
વાટ જોઈને આંખ રાતી થઇ
એ તારો ફોન આયોને રાજી રાજી થઇ
એ મહેંદી લીલી ને રંગ