16 ના મળ્યો મારો પ્યાર


એ મારો રોમ મારુ સપનું પૂરું કરશે મારા યાર
રોમ મારુ સપનું પૂરું કરશે મારા યાર
આશા રે હતી રે મને મળશે મારો પ્યાર
પણ હાથથી છૂટી ગયો હૈયા કેરો હાર
રોમ તારા પાહે મેં ક્યાં જન્નત માંગીતી
મળે મારો પ્યાર એવી આશા મેં રાખીતી
મારો રોમ મારુ સપનું પૂરું કરશે મારા યાર
આશા રે હતી રે મને મળશે મારો પ્યાર
પણ હાથથી છૂટી ગયો હૈયા કેરો હાર
પણ મારા હાથથી છૂટી ગયો હૈયા કેરો હાર

દિલના આ દર્દની દિલને મારા જાણ છે
દુનિયા તો સાવ હવે એનાથી અજાણ છે
મારા રોમ કયા ગુનાની આ દીધી રે સજાયું
આખી જિંદગી મારે મટી નઈ લાયુ
આજે સતી ઓખે થઇ ગયા અમે ઓધળા મારા યાર
મારા રોમ તમે હોમું મારા જોયું ના લગાર
હાથથી છૂટી ગયો હૈયા કેરો હાર
મારા હાથથી છૂટી ગયો હૈયા કેરો હાર

સુખની છાયા શોધું હું તો કેટલા એ વરસથી
તડપી રહ્યો છું એની યાદોની તરસથી
મારા રોમ મારા જીવનમાં અંધારી આ રાતો
દિલમાં ડાબી ફરું હું તો કોને કરું વાતો
મરવા સિવાય મારગ બીજો રહ્યો નથી યાર
દિલને અફસોસ દુઃખ રેશે ભારો ભાર
હાથથી છૂટી ગયો હૈયા કેરો હાર
મારા હાથથી છૂટી ગયો હૈયા કેરો હાર


Leave a Reply

Your email address will not be published.