જે દિવસે જુદા તમે દિલથી થયા
મારા પોતાના હતા એ પારકા થયા
મારા દિલના ટુકડે ટુકડા થયા
હો મારા કાળજાના કટકે કટકા થયા
દિલ ધડકતું નથી આંખો રડતી નથી
તુ કેમ મળતો નથી રે
મારા દિલના ટુકડે ટુકડા થયા
હો મારા કાળજાના કટકે કટકા થયા
તારી જુદાઈમાં જીવતા જીવ લાસ બની
તારી યાદોમાં બળી બળીને રાખ બની
હો મજબુરી હતી તો કેવું તુ હતુ મને
જાણ કરવી તી જોડે નતું રેવું તો મને
હો ભરોસો તારો હતો પ્યાર તું મારો હતો
દગો ચમ દિલમાં હતો રે
મારા દિલના ટુકડે ટુકડા થયા
હો મારા કાળજાના કટકે કટકા થયા
દિલમાં રહીને તમે દુર રે થઇ ગયા
અમે તને મળવા ને મજબુર થઇ ગયા
હો દુઃખી થઈ ને દર્દ સહેતી રહી
તને જોવાને હુ તરસતી રહી
તુ કઈ વાતે રુઠ્યો તારો મારો સાથ છુટ્યો
દિલથી નાતો તુટ્યો રે
મારા દિલના ટુકડે ટુકડા થયા
હો મારા કાળજાના કટકે કટકા થયા