છૂટી ગઈ આશા ને મળી છે નિરાશા
મારા તુટેલા દિલની કોણ સમજે હવે ભાષા
હો છુટી ગઈ આશા ને મળી છે નિરાશા
મારા તુટેલા દિલની કોણ સમજે હવે ભાષા
રાત દિન આંસુથી ભીંજાતા રહ્યા અમે
દિલથી રહી ગયા પ્યાસા
હો છુટી ગઈ આશા ને મળી છે નિરાશા
મારા તુટેલા દિલની કોણ સમજે હવે ભાષા
હો તારી સાથે જીવવું મારા માટે બહુ સેહલુ હતુ
પ્રીતની રમતમાં પગથિયું મારુ પેહલું હતુ
કોણ જાણે મારુ દિલ આ મારી વાતને માન્યું નહિ
ભૂલ ક્યાં એની છે એને પહેલા જ કહેલુ હતું
હો મૂકી દીધી આશા તને લાગશે નિશાસા
પ્રેમ ના નામ પર દઈ ગયો દિલાસા
રાત દિન આંસુથી ભીંજાતા રહ્યા અમે
દિલથી રહી ગયા પ્યાસા
છૂટી ગઈ આશા
તને પામવા કોઈ મંદિર મે બાકી ના રાખ્યા
દુનિયાદારીથી સબંધો મેં તોડી નાખ્યા
તોયે છોડીને મને તું ખુશ તો થઇ ગયો છે
પણ મારા પ્રેમના ધજાગરા તે કરી નાખ્યા
હવે મારા દિલને કહું તું બની ને રેને રાજા
ગયેલા લોકો કદી આવતા નથી રે પાછા
રાત દિન આંસુથી ભીંજાતા રહ્યા અમે
દિલથી રહી ગયા પ્યાસા
છૂટી ગઈ આશા