મને હરઘડી સતાવે, મને હરઘડી રડાવે
હો હરઘડી સતાવે, મને હરઘડી રડાવે
વીતેલી વાતો મને યાદ દેવડાવે
આ મનને શુ કેહવું મારે યાર
હવે જતો રે રહ્યો છે દિલદાર
હવે શું કરવા કરે પરેશાન
મને હરઘડી સતાવે, મને હરઘડી રડાવે
વીતેલી વાતો, મને યાદ દેવડાવે
ઓ રે ભગવાન આતે, કેવી દીધી રે સજા
જિંદગીમાં મારી હવે, રહી નથી કોઈ મજા
હો તું પણ કહીને ના ગયો, મારી કઈ છે રે ખતા
મારી ખુદની હાલત જોઈને, મને આવે લજ્જા
હવે કોણ રે સમજાવે, કોઈ વાત એના માને
પ્રેમની કિંમત ને, એ થોડી પણ ના જાણે
આ મનને શું કેવું મારે યાર
હવે જતો રે રહ્યો છે દિલદાર
હવે શું કરવા કરે પરેશાન
હો પ્રેમ ભરી જિંદગીને, દુઃખમાં વિતાવી પડી
તારુ કરેલું આજે, મારે ભોગવવું પડે
જિંદગીમાં મળશે બધું, પ્રેમ મારો નહિ રે મળે
સમય છે વીતી ગયો, સમજાવે ના ફરક પડે
સમજાવે ના ફરક પડે
તું મને છોડીને બસ, જો ખુશ રે રહિ પાવે
ભગવાન ને કહું છું, મારી યાદ પણ ના આવે
આ મન ને સમજાવ કોઈ યાર
હવે ભૂલી રે ગયો છે દિલદાર
હવે ના કરો મને કોઈ પરેશાન