લાલ પીળો કાગળ દઈ આજ મને નોતરી
કાગળ નથી આ મારા મોતની કંકોતરી
ખુદથી વિહોણા કરવા મને નોતરી
નોતરું નથી આ મારા મોતની કંકોતરી
હો તમારી થશે રોજ ખુશીઓનું ગાન
અમારી દુનિયા થશે દર્દની દુકાન
તમારી રોજ હશે અજવાળી રાત
મારા દિલની ગલીયો થાશે વીરાણ
હો મળે તમને બીજું કોઈ અમને ગયા ભૂલી
તરછોડી મેલી મને તમે ગયા ભૂલી
લાલ પીળો કાગળ દઈ આજ મને નોતરી
કાગળ નથી આ મારા મોતની કંકોતરી
ના સમજી શકે કેટલી મહોબત હતી
એટલી જેમ સુરજ વિના સવારો નથી
નથી કોઈ સીમા કે દિવારો નથી
મારા પ્રેમ દરિયાનો કોઈ કિનારો નથી
કિનારો નથી
તોયે ના કદર સાચા પ્રેમની કરે
જોવે તોય પથ્થર દિલ બનીને ફરે
હો પ્રેમ ના બદલામાં એવી આશ મને નોતી
દિલના ટુકડાઓ આ જૂડશે નહિ ફરી
લાલ પીળો કાગળ દઈ આજ મને નોતરી
કાગળ નથી આ મારા મોત ની કંકોતરી
ના ટાળી શકાય જે લખ્યું છે લલાટે
તકદીર લઇ જાય જ્યાં જઈશું એ વાટે
હસતી આંખે તમે ચોરી એ જાશો
અને અમે મોત સાથે ફેરા ફરશો
ફેરા ફરશો
પણ આ દિલને રહેશે અફસોસ
કીધું ના તમે કે શું હતો મારો દોષ
તમે હવે બનશો કોઈ બીજાની જિંદગી
તમે ખુશ રહો એવી કરશું અમે બંદગી
લાલ પીળો કાગળ દઈ આજ મને નોતરી
કાગળ નથી આ મારી મોતની કંકોતરી