21 ફરિયાદ


એ ચો જઈને કરું ફરિયાદ
ના મળ્યો મને પ્યાર રે
આંખે આહુડાની ધાર રે
ચો જઈ ને કરું ફરિયાદ
કર્યા પ્રેમમાં બુરા હાલ રે
થઇ જિંદગી પાયમાલ રે
હો પ્રેમમાં થયું છે મારે તો જબરું
તારા વિના જીવવું મારે તો અઘરું
એ ચો જઈને કરું ફરિયાદ
ના મળ્યો મને પ્યાર રે
આંખે આહુડાની ધાર રે

લવ કરીને મારી લાઈફ બગાડી
તું તો ગયો મારી વાટ લગાડી
તારા માટે હું તો આ દુનિયાથી ઝગડી
તોયે તે અલ્યા મારી પત્તર રગડી
એ માથે પડયા મારા પ્રેમનાં ઉજાગરા
કર્યા છે ઘા મારા દિલ ઉપર આકરા
અલ્યા ચો જઈને કરું ફરિયાદ
ચો જઈને કરું ફરિયાદ
દિલનાં ટુકડા થ્યા હજાર રે
આંખે આહુડાની ધાર રે
એ ના મળ્યો મને પ્યાર રે
આંખે આહુડાની ધાર રે

મારાથી હારી તને મળી જશે રે
મારા જેવો પ્રેમ એ ના કરી શકે રે
હમોઢું જોઈને કોઈનાં પ્રેમમાં ના પડતા
પસ્તાવો થશે ત્યારે નહિ આવડે રડતા
હોના જેવા દિલમાં મારા રહેતા ના આવડયું
હાચા મારા પ્રેમને તે કલંક લગાડયું
અલ્યા ચો જઈને કરું ફરિયાદ
ચો જઈને કરું ફરિયાદ
દિલનાં ટુકડા થ્યા હજાર રે
આંખે આહુડાની ધાર રે
એ ના મળ્યો મને પ્યાર રે
આંખે આહુડાની ધાર રે


Leave a Reply

Your email address will not be published.