આવી જુદા પડવાની આજ વેળા રે
કોણ જાણે હવે ક્યારે થાશું ભેળા રે
હો કિસ્મતે ફાડ્યા પ્રેમના છેડા રે
ભગવાન જાણે ક્યારે થાશું ભેળા રે
હો આજે લઈને જાય તારી જોન રે
મારા દર્દથી તું અજોણ રે
હો હો તું અજોણ રે
આવી જુદા પડવાની આજ વેળા રે
કોણ જાણે હવે ક્યારે થાશું ભેળા રે
કોણ જાણે હવે ક્યારે થાશું ભેળા રે
ચહેરો બોનધી રે તું તો ઘોડિયે ચડે છે
ઇ રે હોમભળીને મારૂ કાળજું બળે છે
શું રે કરૂ કોઈ નથી સમજાતું
નથી રોકાતા મારી આંખોના આશું
કરમે લખાણી તારી જુદાઈ
દિલ જીગરથી હું તો વિંધાણી
હો હો હો વિંધાણી
આવી જુદા પડવાની આજ વેળા રે
હો મોડવે તારા મંગળીયા વર્તાશે
પારકીના હારે તારા મીંઢોળ બંધાશે
હાથ ઝાલીને તું ફેરા ચાર ફરશે
તારી કસમ તારી જાનુ અહીં મરશે
ડોલી ત્યાં ઉઠશે અહીં હું રડતી
જોવા તુંઈ આવજે મને તડપતી
હો હો હો તડપતી
આવી જુદા પડવાની આજ વેળા રે