હો તને મારા વગર ગમતું રે હશે
મને તારા વગર ગમતું રે નથી
હો ભલે થઈ બેવફા એટલું તો કેને
મારી જેમ તને એ હાચવે તો છે ને
એ તને મારા વગર ચાલતું હશે
તને મારા વગર ચાલતું રે હશે
મને તારા વગર ચાલતું રે નથી
હો મને તારા વગર ફાવતું રે નથી
એ જેની પાછળ ગાડી ના ટાયર ગહઈ જ્યા
તોયે મને ભુલી એ બીજા ના રે થઈ ગ્યા
અરે કોને જઈ ને કેવું અમે તો ફસઈ જ્ય
જોડે જીવવું તું ને એકલા રે રઈ જ્યા
હો દાડો રે જાય તો રાતિ નો જાય સે
હાલત મારી તને ચ્યો હમજાય સે
એ તને ખાવાનું તો ભાવતું રે હશે
તને ખાવાનું તો ભાવતું રે હશે
હે ગોંડી તારા વગર ફાવતુ રે નથી
હે મનગમતું માણસ જ્યારે ભુલી જાય સે
પગ નીચે થી ત્યારે ધરતી ખસી જાય સે.
હો એક દિલ ના બે ટુકડા થઈ જાય સે
ચારે દિશા ના પછી વાયરા રે વાય સે
હો ખબર છે પાછી તું નઈ આવશે
તોયે તારા વિના બીજ પ્રેમ નહિ થાશે
એ તને મારા વગર રેવાતું રે હશે