25 અજનબી


હો નુર ચહેરા નું મારૂં ઉડી રે ગયું
જયારે કોઈ પોતાનું અજનબી બન્યું
હો દિલની વાત મારી ના કોઈ સમજ્યું
મારી જ જિંદગીમાં કેમ આવું બન્યું
હો નુર ચહેરાનું મારૂં ઉડી રે ગયું
જયારે કોઈ પોતાનું અજનબી બન્યું

પહેલી વાર મળ્યા ત્યારે પ્રેમ લગ હતો
પછી તો પ્રેમ ખાલી નામ નો હતો
સાચો એ છે પહેલો પ્રેમ ભુલાતો નથી
કેમ તારા દિલથી ભુલાઈ ગયો
જિંદગીમાં એકવાર નામ મારૂં લઇ
યાદ મને કરી ને રોજ તું રડીશ
હો નુર ચહેરાનું મારૂં ઉડી રે ગયું
જયારે કોઈ પોતાનું અજનબી બન્યું

હો સાથે રહેવાની મેતો કોશિશ ઘણી કરી
પણ તારા દિલમાં મારા માટે જગા નથી
લોકો તારા નામથી ઓળખાતા હતા મને
તે તો મારી જિંદગી ને ઝેર કરી દીધી
હો પછતાવો થશે થોડો પણ હું ભુલી જઈશ
મારા દિલમાથી તારા નામને મિટાવી દઈશ
હો નુર ચહેરા નું મારૂં ઉડી રે ગયું
જયારે કોઈ પોતાનું અજનબી બન્યું


Leave a Reply

Your email address will not be published.