મારા દિલને પૂછો ને શું થાય છે
હતું એ હારી ગયો
કોઈ પ્રેમ કરી કેમ ભૂલી જાય છે
હતું એ હારી ગયો
મારા પ્રેમ ના ખજાનાની વાત
લુંટાવાવાળા લૂંટી ગયા
જેના માટે ના જોયા દિવસ રાત
ભુલવાવાળા ભૂલી ગયા
સાચો પ્રેમ ક્યાં કોઈને સમજાય છે
હતું એ હારી ગયો
મારા દિલને પૂછો ને શું થાય છે
હતું એ હારી ગયો
જેને મને પ્રેમ રે કરતા શીખવાડયું
એ જ ભૂલી ગઈ એનું મેં શું હતું બગાડયું
દીવો રે કરીને અમે ઘર રે દેખાડયું
ખબર નઈ કઈ વાતનું ખોટું રે લગાડયું
હવે કોનો કરવો વિશ્વાસ
હાચુ કોઈ મળતું નથી
એના વિના થઇ ફરું છું ઉદાસ
બીજું કોઈ ગમતું નથી
એના વિશ્વાસે વ્હાણ ડૂબી જાય રે
હતું એ હારી ગયો
મારા દિલને પૂછો ને શું થાય છે
હતું એ હારી ગયો
દરિયા ને તરસ હોય મીઠા રે પાણીની
જીગા ને ખોટ છે એની મેના રાણીની
યાદ રોજ આવે નાજુક દિલ વાળીની
હસતું મુખડું ને વ્હાલી એ વાણીની
મારા માથે ઉગ્યા દુઃખ ના રે ઝાડ
કોઈ એને કેજો રે જઈ
કોણ કરશે મને એના જેવા લાડ
મોને તો મનાવી લેજો
પંખી ઉડયા ને પગલાં રહી જાય રે
હતું એ હારી ગયો
મારા દિલને પૂછો ને શું થાય છે
જીગા ના દિલને પૂછો ને શું થાય છે
હતું એ હારી ગયો