28 જુદાઈ


રહી છે આ મુલાકાતો, અધૂરી આ પ્રેમની
ક્યારે પુરી થાશે આરજૂ, તૂટેલા આ મારા દિલની

હો દિલ્લગી ની દુનિયાથી નાતા મારા તૂટ્યા
કેમ કુદરત કિસ્મત મારા ફૂટ્યા
હો દિલ્લગી ની દુનિયાથી નાતા મારા તૂટ્યા
કેમ કુદરત કિસ્મત મારા ફૂટ્યા

કહેવાયુ પ્રેમ અમર છે પાછા મળશું
નહીતો મોત ની માળા પેરી લેશું
નહીતો મોત ની માળા પેરી લઈશું

મારા રોમ કેમ દીધી વેરણ વિદાઈ
4 દી નો પ્રેમ ને વરસો ની જુદાઈ
હો મારા રોમ કેમ દીધી વેરણ વિદાઈ
4 દી નો પ્રેમ ને વરસો ની જુદાઈ

હો સાતે જન્મોની કહાની અધૂરી
તરછોડ્યા અમને શું હશે મજબૂરી
હો આખરે ભાગ માં ઉદાસી જ આવી
આઠે પોર તારી યાદ ગઈ રડાવી

હો નાવ આ આશિકી ની મધદરિયે ડૂબી
બચી ના શક્યા તરવાની નથી ખૂબી
બચી ના શક્યા તરવાની નથી ખૂબી

તડપ આંખો ને તમારા મિલન ની
4 દી નો પ્રેમ ને વરસો ની જુદાઈ
હો મારા રોમ કેમ દીધી વેરણ વિદાઈ
4 દી નો પ્રેમ ને વરસો ની જુદાઈ

હો વેરણ છે દુનિયા તારા વિના મારી
નથી હિમ્મત તારી જુદાઈ સહેવાની
હો સંભાળ વિના જેમ ફૂલ કરમાયે
હાલત એવી જોને આજ મારી આવે

હો સહેવાય ત્યાં સુધી અમે સહી લઈશું
દર્દ દિલ નું પછી રડી રડી જીવશું
દર્દ દિલ નું પછી રડી રડી જીવશું

કેવી છે રીત આતો જોને જીવનની
4 દી નો પ્રેમ ને વરસો ની જુદાઈ
હો મારા રોમ કેમ દીધી વેરણ વિદાઈ
4 દી નો પ્રેમ ને વરસો ની જુદાઈ


Leave a Reply

Your email address will not be published.