31 તારા વિના પડી જ્યો એકલો


તું કરતી’તી પ્રેમ ચેવો
નહિ મળે મને ચોય એવો
મારી જાનુ તારા વિના પડી જ્યો એકલો
અરે કુણ હાચવે તારા જેવો
કુણ હાચવે તારા જેવો
હવે કનો સહારો લેવો
મારી જાનુ તારા વિના પડી જ્યો એકલો

નામ ના મારો પેલો અક્ષર લખેલો તારા હાથે
રોજ કેતી’તી હું તો જીગા જીવું છુ તારા માટે
તું કરતી’તી પ્રેમ ચેવો
નહિ મળે મને ચોય એવો
મારી જાનુ તારા વિના પડી જ્યો એકલો

સવારમાં મેસેજ તારો પડે મારા ફોનમાં
તારા જેવું કોઈ મારુ રાખી શકે દ્યોન ના
ફટાફટ તૈયાર થાતો હું તો તને મળવા
રાજી રાજી થઇ જાતો રૂબરૂમાં વાત કરવા
વેલો ઉઠી જાતો કાયમ હું તો તારા માટે
યાદ આવે છે રોજ આ બધું મને અડધી રાતે
કુણ હાચવે તારા જેવો
હવે કનો સહારો લેવો
મારી જાનુ તારા વિના પડી જ્યો એકલો

મને રે હસાવા મારા જોડે કરતી મસ્તી
તારો મારો પ્રેમ જોઈને બળતી આખી વસ્તી
તાપમાં દુપટ્ટાથી તું છાયો માથે કરતી
ઘડીક વાર મારા જોડેથી ના ખસતી
જિંદગી નું અજવાળું મારુ હતું તારી આંખે
છૂટી જ્યો સથવારો આજે નથી તું મારી સાથે
તું કરતી’તી પ્રેમ ચેવો
તું કરતી’તી પ્રેમ ચેવો
નહિ મળે મને ચોય એવો
મારી જાનુ તારા વિના પડી જ્યો એકલો


Leave a Reply

Your email address will not be published.