જુઠો તારો પ્રેમ એ જુઠો તારો પ્રેમ
તુ કરતો મને પ્રેમ એ હતો મારો વેહમ
તારા વિના જીંદગી જીવી રે લઈશું
જુઠા તારા પ્રેમને ભુલી રે જઈશું
દુનિયા દારી અમે પણ શીખી રે લઈશુ
જુઠા તારા પ્રેમને ભુલી રે જઈશું
તારુ નામ નારે લઈશું તને યાદ ના કરીશુ
જુઠા તારા પ્રેમને ભુલી રે જઈશું
હાચુ અમે જુઠા તારા પ્રેમને ભુલી રે જઈશું
મારા રે પ્રેમના કર્યા ધજાગરા
કર્યા હતા વ્રત મે તો તારા નામના
જીદગી મારી રોળી તે રાખમાં
કરી ગયો દગો કેવો મારી સાથમા
દિલમાંથી અમે તારું નામ કાઢી દઈશુ
જુઠા તારા પ્રેમને ભુલી રે જઈશું
ગોડા જુઠા તારા પ્રેમને ભુલી રે જઈશું
હો જીવડો મારો કેમ તે બાળ્યો
કયા જનમનો વેર તે વાળ્યો
મારી આખલડી કેમ રોવડાવી
જુઠી વાતો કરી મને તે ફસાવી
ગમના આસુડા હસીને પી લઈશુ
જુઠા તારા પ્રેમને ભુલી રે જઈશું
સોગંદ છે મને જુઠા તારા પ્રેમને ભુલી રે જઈશું
તારા વિના જીંદગી જીવી રે લઈશું