34 પોતાનાજ પથારી ફેરવે છે


દોષ શું આલવો પારકા ને
વાંક શું કાઢવો પારકા નો
પથારી તો પોતાનાજ ફેરવે છે
બદનામ તો થયા વાલા અમે દુનિયામાં
બદનામ કરવા વાળા અમારા હતા
જીવથી વધારે જેને માન્યા હતા
એ દિલ તોડવા વાળા પણ અમારા હતા
જિંદગીની પત્તર રગડે છે
હસ્તી જિંદગી મારી બગડે છે
પોતાના જ પથારી ફેરવે છે
પથારી તો પોતાના ફેરવે છે…

દિલ ને દર્દ ના જખ્મ આપીને
આંસુ સારે પ્રેમની પાંખો કાપીને
ગુનેગાર કોઈ ને પલમાં બનાવી દેતી
પોતે નિર્દોષ છે એમ એતો કહેતી
બદનામ તો થયા કાળો દાગ રે લગાડયો
એ કલર કરવા વાળા મારા પોતાના હતા
વિશ્વાસઘાત કરી જેને રોવડાવ્યા હતા
એ દગો કરવા વાળા મારા પોતાના હતા
વાંક શું કાઢવો આ પારકા નો
દોષ શું આલવો પારકા ને
પથારી તો પોતાનાજ ફેરવે છે

તારા માટે ખુશીયોને હું ઠોકર મારી દેત
માંગ્યો રે હોત તો મારો જીવ પણ આપી દેત
કાળજું કાઢી ને તારા હાથમાં હું દઈ દેત
મોત નું કફન મારા હાથે હું ઓઢી લેત
તોયે સમજ્યા ના અમને ના ઓળખ્યા રે અમને
એ ભૂલ કરવા વાળા મારા પોતાના હતા
જીવથી વધારે જેને માન્યા હતા
એ દિલ તોડવા વાળા પણ અમારા જ હતા
અરે જિંદગી ની પત્તર રગડે છે
જીગાની જિંદગી બગડે છે
પથારી તો પોતાનાજ ફેરવે છે


Leave a Reply

Your email address will not be published.