ઉપર છલ્લો પ્રેમના બતાવશો રે
ઉપર છલ્લો પ્રેમના બતાવશો રે
ખોટા મને લાડ ના લડાવશો રે
અરે ખાલી ખોટો દેખાડો ના કરશો
જાનુડી મારી ભોળો હમજી ના ભોળવશો રે
ઉપર છલ્લો પ્રેમના બતાવશો રે
ખોટા મને લાડ ના લડાવશો રે
મારા પગલાંમાં તું પગલું રે મૂકે
મને મળવાનું તું કદી ના ચુકે
રોજ કેશે જીગા તારા માટે રવશું ભૂખે
મને ના પાલવે તારું માથું જો દુખે
હોય આ દિલ ને ખોટો દિલાસો ના આલસો
જાનુડી મારી તૂટેલા દિલને ના રોવડાવશો રે
ઉપર છલ્લો પ્રેમના બતાવશો રે
ખોટા મને લાડના લડાવશો રે
હવાર બપોર ને હાંજ રે સુધી
વાતો કરે છે તું તો જુદી રે જુદી
પાપ નો ઘડો એક દી જાશે રે ફૂટી
રડશો પછી તમે ઘૂંટી રે ઘૂંટી
જૂઠો સબંધના રાખશો જાનુડી મારી
મારા પાછળ ટાઈમ ના બગાડશો રે
ઉપર છલ્લો પ્રેમના બતાવશો રે
ખોટા મને લાડના લડાવશો રે