અલબેલું અલબેલું મારૂં સેલુ થઈ ગયું મેલું
પહેરીને પટોળું હવે કોને લગાડું ઘેલું
અલબેલું અલબેલું મારૂં સેલુ થઈ ગયું મેલું
હવે પહેલું ને સેલુ તને જાનુ કહી દઉ વેલુ
તારા દલને યાદ રહશે કાયમ મારૂં કહેલું
અલબેલું અલબેલું મારૂં સેલુ થઈ ગયું મેલું
પણ આંખે રહી ગયા અધુરા ઓરતા
અરે રે મારા મનડે અધુરી વાત
પણ દલડે એ દલડે અધુરી મારી પ્રીતડી
અરે રે હું તો ઝુરતો દિવસને રાત
અરે રે હું તો ઝુરતો દિવસને રાત
પ્રિતનો પાલવ સુનો પડ્યો એવી જાંખી પડી એની ભાત
સાંજન સાંજની શબ્દો ગયા એવી રોતી રહી ગઈ યાદ
પિયુ વિના હવે ખેલ પ્રીતનો કોની હારે ખેલું
અલબેલું અલબેલું મારૂં સેલુ થઈ ગયું મેલું
હે દલની હે વેરી આખી દુનિયા જ રે
હાંચી પ્રીતના રે વેરી હાજર
પણ સ્નેહ એ પણ સ્નેહ વેરી મારી સાંજણા
અરે રે કેવો મૂકીને હાલી મજધાર
અરે રે કેવો મૂકીને મને હાલી મજધાર
સ્નેહનો સાગર સુકાઈ ગયો એમાં સુકાઈ ગયું બધું સુર
જીવતે જીવતા અમે મરી ગયા દલને આપી દુઃખ
માંડવડમાં મર્યા પહેલા, મન મરી ગયું વેલુ
અલબેલું અલબેલું મારૂં સેલુ થઈ ગયું મેલું