હો નસીબનો ખેલ ના હમજાણો
તને મારો પ્યાર ના દેખાણો
હો દિલ દાઝ્યુંને દર્દ વધતું રે ગયું
તારી રે યાદમાં તડપતું રે રહ્યું
હો નસીબનો ખેલ ના હમજાણો
તને મારો પ્યાર ના દેખાણો
હો દિલના ભેદ કોઈ જાણી શકે ના
તારા વગરતો ખબર પડે ના
હો મારા જેવા હાલ કોઈ કોઈના કરે ના
જુઠા પ્રેમમાં કોઈ પડે ના
હો પથ્થર દિલ તારૂં પારખી શક્યો ના
તારી જોડે રહ્યો તને ઓળખી શક્યો ના
હો નસીબનો ખેલ ના હમજાણો
તને મારો પ્યાર ના દેખાણો
હો મારી કિસ્મતને સદા રોતો રહ્યો
નસીબમાં હતું એ ખોતો રહ્યો
હો રાહ તારી જીવનભર જોતો રે રહ્યો
તારી યાદોમાં તડપતો રે રહ્યો
હો જીવથી જુદો મને તું તો રે કરી ગઈ
શરતો પ્રેમની મારી રે તોડી ગઈ
હો નસીબનો ખેલ ના હમજાણો
તને મારો પ્યાર ના દેખાણો