મારો સાચો પ્રેમ એને કેમ ના સમજાણો
દિલ દેવાનો હવે નથી રયો જમાનો
મારો સાચો પ્રેમ એને કેમ ના સમજાણો
દિલ દેવાનો હવે નથી રયો જમાનો
પ્રેમ હતો જાનુડીનો એના મતલબનો
વિચાર ના કર્યો એને મારા સાચા પ્રેમનો
આપી ગ્યો ઝટકો મારા કાળજાનો કટકો
મારો સાચો પ્રેમ એને કેમ ના સમજાણો
દિલ દેવાનો હવે નથી રયો જમાનો
દુઃખ તો ઘણું છે જાન તને ખોઈ
તારા વિના દુનિયામાં નથી મારુ કોઈ
તારી બેવફાઈ જોઈ આંખ મારી રોઈ
મારી બરબાદી આજ નજરે મેં તો જોઈ
તારી મરજીથી તું જીવી રે લેજે
તારા અરમાનો બધા પુરા કરી લેજે
આપી ગ્યો ઝટકો મારા કાળજાનો કટકો
મારી જિંદગીને તે ભડકે રે બાળી
તારા દિલને તે ટાઢક વાળી
જા બેવફા તને શરમ ના આવી
મારા સાચા પ્રેમની આબરૂ તે કાઢી
રમત રમી ગઈ તું મારી સાથમાં
આંખોની હારે આજે રડે મારો આત્મા
આપી ગ્યો ઝટકો મારા કાળજાનો કટકો