ક્યાં સુધી હું કરૂં ઇન્તઝાર
ક્યારે મળશે મને મારો પ્યાર
તું કિનારેને અમે મજધાર
ક્યારે મળશે મને મારો પ્યાર
મારૂં હૈયું કરે છે પોકાર
એક વાર તું તો મળી જાને યાર
ક્યાં સુધી હું કરૂં ઇન્તઝાર
ક્યારે મળશે મને મારો પ્યાર
હો દલડામાં આગ ચોપી બદલો શેનો લીધો
રસ્તે રઝળતો કરી બેહાલ કરી દીધો
હો કોમળ કાળજું મેં તો જાનુંને આપ્યું
પારકું ગણીને એને કટારે રે કાપ્યું
આંખો તરસે ને હૈયું મારૂં વરસે
આવા કેમ કર્યા બુરા હાલ
આંખો તરસે ને હૈયું મારૂં વરસે
આવા કેમ કર્યા બુરા હાલ
ક્યાં સુધી હું કરૂં ઇન્તઝાર
ક્યારે મળશે મને મારો પ્યાર
હો ભરોસો દિલનો મારો તોડી રે દીધો
અધવચ્ચે કેમ મને છોડી રે દીધો
હો સારસ જેવી હતી તારી મારી જોડલી
વિખુટી થઈ ગઈને રહી ગ્યો હું એકલો
હો હાથના કરેલા હૈયે રે વાગ્યા
એવા શું કર્યા અમે પાપા
હાથના કરેલા મારા હૈયે રે વાગ્યા
એવા શું કર્યા અમે પાપા
ક્યાં સુધી હું કરૂં ઇન્તઝાર
ક્યારે મળશે મને મારો પ્યાર