પ્રેમ ના મળે તો મરી ના જવાય
હો પ્રેમ ના મળે તો મરી ના જવાય
દિલ તૂટે તો રડી ના પડાય
અફસોસ એને થાય એવું કરી રે જવાય
અફસોસ એને થાય એવું કરી રે જવાય
આમ ભૂલા ના પડાય થોડો વિચાર કરાય
આમ ભૂલા ના પડાય થોડો વિચાર કરાય
અફસોસ એને થાય નોમ એવું રે કરાય
પ્રેમના મળે તો મરી ના જવાય
દિલ તૂટે તો રડી ના પડાય
પ્રેમ જીંદગી છે એ વાત હાચી તારી
પણ માંબાપની છે તારી જવાબદારી
ખુલી રાખીડી તારા ઘરની એ બારી
રાખડીની બાંધનાર વાટ જોવે તારી
પરિવારના ભુલાય થોડો વિચાર કરાય
પરિવારના ભુલાય થોડો વિચાર કરાય
દુનિયા જોતી રહી જાય એવું જીવી રે જવાય
પ્રેમ ના મળે તો મરી ના જવાય
દિલ તૂટે તો રડી ના પડાય
દીકરો કરશે નામ માંબાપનું રોશન
એ વિશ્વાસે કર્યા એક રાત ને દન
જે દાડો આવશે તારો પણ સ્ટાર
પછતાવાનો નહિ રહે એને રે પાર
પ્રેમમાં પાગલના થવાય થોડો વિચાર કરાય
પછી પાગલના થવાય થોડો વિચાર કરાય
અફસોસ એને થાય એવું કરી રે જવાય
કાજલનું કેવું અલ્યા મોની રે લેવાય
વાત સમ્રાટની લખી રે લેવાય
પછતાવો એને થાય જીવન એવું રે જીવાય
અફસોસ એને થાય નોમ એવું રે કરાય
અફસોસ એને થાય એવું કરી રે જવાય