41 તમે ક્યાં શરીફ છો


હો મન તમારો મેલો નથી દુધનો ધોયેલો
અમે ભલે એના એ પણ તમે ચ્યો શરીફ છો
હો ખોટા કલર બતાવશો નઈ
ભોળો હમજીને છેતરાશો નઈ
અરે અભિમાનનો ભરેલો લાગો દિલથી બળેલો
ભલે એના એ પણ તમે ચ્યો શરીફ છો
અમે ભલે એના એપણ તમે ચ્યો શરીફ છો

હો ચિયા રે ચોઘડિયે તમે ભેળો રે થયો
પોંચ દાડાનો પ્રેમ કરી બીજાનો થયો
અરે ખીચ્ચા ખાલી કરી તમે ગયા રે ગયા
ઓચીંતામાં આજ તમે ઓઈ રે મળ્યા
હો મીઠી વાતોમાં ભરમાવશો નઈ
ચહેરો બદલી લલચાવશો નઈ
અરે ના કરશો ખોટા વેટા લોબાના કરશો લીટા
અમે ભલે એના એપણ તમે ચ્યો શરીફ છો
હો મન તમારો મેલો નથી દુધનો ધોયેલો
અમે ભલે એના એપણ તમે ચ્યો શરીફ છો

હો ખોટો રે થઠારો તમે મુકી દો હવે
ચાર દાડાની જવાની વાત મોનો રે તમે
હો આજ ભલે મારી વાટ નઈ રે ગમે
એક દાડો આવી મારા પગે તું પડે
હો વિઘો કોઈનો ટુંકો તમે કરશો નઈ
રાતા પોણીયે રોવડાવશો નઈ
અરે કોઈના હોમે ઓગળી કરતા પોતે વિચાર લેજો
અમે ભલે એના એપણ તમે ચ્યો શરીફ છો
હો મન તમારો મેલો નથી દુધનો ધોયેલો
અમે ભલે એના એપણ તમે ચ્યો શરીફ છો


Leave a Reply

Your email address will not be published.