42 જુદા થઇ ને જીવતા તે મને

પ્રેમ કરતા શિખવાડ્યું જોડે જીવતા શિખવાડ્યું
જુદા થઇ ને જીવતા તે મને કેમ ના શિખવાડ્યું
સદા હસતા શિખવાડ્યું ના રડતા શિખવાડ્યું
જુદા થઇ ને જીવતા તે મને કેમ ના શિખવાડ્યું
હો અચાનક કરી લીધો કેવો આ ફેંસલો
થોડું ના વિચાર્યું કેમ રહીશ હૂતો એકલો
દિલ જોડતા શિખવાડ્યું ના તોડતા શિખવાડ્યું
તારા વિના જીવતા તે મને કેમ ના શિખવાડ્યું
ઓ જુદા થઇને જીવતા તે મને કેમ ના શિખવાડ્યું

હો એવી તો શું થઇ તારી મજબૂરી
પ્રીત ને મારા તે છોડી અધૂરી
હો હો હો તારો આ ફેંસલો મને નો હમજાનો
હતો વિશ્વાસ મને તારા પર ઘણો
હો દિવસ મારા જાય તો રાત ના જાય સે
યાદ માં તારી મારી આંખો ઉભરાય સે
પ્રેમ કરતા શિખવાડ્યું જોડે જીવતા શિખવાડ્યું
જુદા થઇ ને જીવતા તે મને કેમ ના શિખવ

હો એક પલ તારા વિના રહી નોતો શકતો
તેતો છોડી દીધો મને કાયમ માટે એકલો
હો હો હો કઈ રીતે ભૂલું તને નથી હમજાતું
હો હોઠો પર તો બસ એક તારીજ વાતું
હો હાચો પ્રેમ કરનારા કેમ નથી મળતા
જીવન વિતાવે છે રડતા રે રડતા
દિલ જોડતા શિખવાડ્યું ના તોડતા શિખવાડ્યું
જુદા થઇ ને જીવતા તે મને કેમ ના શિખવાડ્યું

Leave a Reply

Your email address will not be published.