44 માંગ્યું મહોબતમાં આપી દીધું મેં તને


હો માંગ્યું મહોબતમાં આપી દીધું મેં તને
તને ખુશ રાખવા ના રાત દાડો જોયો મેં
તોય તારો જીવ જાનુ રાજી નથી થાતો
હવે શું તારે મારો જીવ લેવો છે
હાંચે હાંચુ કઈ દે તારા મનમાં શું છે
હો માંગ્યું મહોબતમાં આપી દીધું મેં તને
તને ખુશ રાખવા ના રાત દાડો જોયો મેં

હો તું શું જાણે તને ખુશ રાખવા
પથ્થર એટલા દેવ મેં કર્યા છે
હો મારૂં તનમન ધન આપી દીધું મેં તને
મારૂં તનમન ધન આપી દીધું મેં તને
તોય તારો જીવ જાનુ રાજી નથી થાતો
હવે શું તારે મારો જીવ લેવો છે
હાંચે હાંચુ કઈ દે તારા મનમાં શું છે
હો માંગ્યું મહોબતમાં આપી દીધું મેં તને

હો જાણતા અજાણતા થઇ હોઈ ભુલ તો
તારો તું ગણી મને માફ કરી દે  
હો મારૂં જીવતર જાનુ દઈ દીધું મેં તને
મારૂં જીવતર જાનુ દઈ દીધું મેં તને
તોય તારો જીવ જાનુ રાજી નથી થાતો
હવે શું તારે મારો જીવ લેવો છે
હાંચે હાંચુ કઈ દે તારા મનમાં શું છે
હો માંગ્યું મહોબતમાં આપી દીધું મેં તને


Leave a Reply

Your email address will not be published.