46 જીગર નો ટુકડો


એ હું તો દિલથી માનુ તને યાર
મારા જીગર નો ટુકડો
એ તું તો મારા દિલનો ધબકાર
મારા જીગર નો ટુકડો
એ મારા માટે તું બઉ નસીબદાર
મારા માટે તું બઉ નસીબદાર
એ તને જોતા જ થઇ ગયો પ્યાર
મારા જીગર નો ટુકડો
હું તો દિલ થી માનુ તને યાર
મારા જીગર નો ટુકડો

ભગવાન રેશું અમે તારા આભારી રે
મનગમતા માણસ સાથે કરાવી તે યારી રે
ખુદથી વધારે મળી પ્રેમ કરનારી રે
ખુશીયોથી ભરી દીધી જિંદગી જીગાની રે
તારો માસુમ ચહેરો જોયા કરતો
તારો માસુમ ચહેરો જોયા કરતો
તું તો હશે ને ફૂલ ખીલે યાર
મારા જીગર નો ટુકડો

ઓઢણી ઓઢી છે મારા રે નામની
શેરીયો શોભાવી છે તે તો મારા ગામની
વાટે જતા આપણે કુળદેવી ના ધામની
જોડી સૌ જોવા વળે સીતા ને રામની
રાખી હાથોમાં હાથ મારા યાર
રાખી હાથોમાં હાથ મારા યાર
તારા પગલાંથી ઉજળું ઘરબાર
મારા જીગર નો ટુકડો


Leave a Reply

Your email address will not be published.