જિંદગી ના રસ્તા જુદા ના થયા હોત
નજારોથી તમારી દૂર ના થયા હોત
જિંદગી ના રસ્તા જુદા ના થયા હોત
નજારોથી તમારી દૂર ના થયા હોત
પસ્તાવાનો આજે દાડો ના હોત
રડવાનો તમારે વારો ના હોત
જો પ્રેમ મારો તમે સમજી ગયા હોત
અમે આજ બીજા ના થયા ના હોત
જોયા’તા આંખો એ સપના તમારા
તમને પામવાના હતા ઓરતા મારા
તમને શું ખબર કેટલી મોનીતી મેં મોનતા
પ્રેમ હતો કેટલો ક્યાં તમે જોણતા
સમયસર તમે મારી કદર કરી હોત
બીજી કોઈ તમે સફર કરી હોત
જો પ્રેમ મારો તમે સમજી ગયા હોત
હાથમાં ના બીજા ના હાથ મળ્યા હોત
આવ્યા તમે પણ મોડા બહુ પડયા
શું મતલબ હવે તમે કેટલું રડયા
મારી જિંદગી ના ફૂલ બીજે રે ખીલી ગયા
રાહ જોઈ થાક્યા અમે હવે રે ભૂલી ગયા
જૂઠી દુનિયા નો વિશ્વાસ ના કર્યો હોત
આવી હાલતમાં ના અમે મળ્યા હોત
જો પ્રેમ મારો તમે સમજી ગયા હોત
બીજા સાથે જોવાના દિવસો ના હોત