50 હૈયું મારુ તુ ના બાળ


તોડયું મારુ દિલ ને તોડી મારી લાગણી
તોડયું મારુ દિલ ને તોડી મારી લાગણી
કાળજું ફાટ્યું મારુ જવાબ તારો હાંભળી
ઠુકરાવી મારો પ્યાર શું મળ્યું તને યાર
હાથ જોડી કવશું તને હૈયું મારુ તું ના બાળ
તોડયું મારુ દિલ ને તોડી મારી લાગણી
કાળજું ફાટ્યું મારુ જવાબ તારો હાંભળી

વાત મારી એક વાર હાંભળી લે ખુલ્લા કાને
જે દિ તું દગો કરે દુનિયા છોડતા વાર નહિ લાગે
મોત થી વધારે હવે મહોબ્બત નો ડર લાગે
જયારે કોઈ પોતાનું ખરા ટાણે રોણ કાઢે
જોઈને પૈસાદાર બદલ્યો તે વિચાર
હાથ જોડી કવશું તને હૈયું મારુ તું ના બાળ
તોડયું મારુ દિલ ને તોડી મારી લાગણી
કાળજું ફાટ્યું મારુ જવાબ તારો હાંભળી

હાલત ખરાબ છે દવા ચ્યોથી કામ લાગે
પ્રેમ ના ઘાવ ને રૂંધાતા વાર લાગે
બાંધી રાખ્યો છે મને એની કીધેલી રે વાતે
સોગંન ખાધા તા હાથ મૂકી એના માથે
જો બોલી ને ફરું તો ભરોસો તૂટી જાય
હાથ જોડી કવશું તને હૈયું મારુ તું ના બાળ
તોડયું મારુ દિલ ને તોડી મારી લાગણી
કાળજું ફાટ્યું મારુ જવાબ તારો હાંભળી


Leave a Reply

Your email address will not be published.