52 પસ્તાવો


એ હવે ના રોશો
એ મારી હામું ના જોશો
એ હવે ના રોશો મારી હામું ના જોશો
ખોટો પસ્તાવો ના કરશો
એ ગોંડી પસ્તાવો કરે દાડો નઈ વળે
એ નઈ વળે
એ વીતેલો રે સમય હવે પાછો ના આવે
રહેવું પડશે દુર ભલે ફાવે કે ના ફાવે
ફાવે કે ના ફાવે

એ તમે ઓળખાણ ના કાઢશો
ખોટી ઓખો ના પલાળશો
ખોટો પસ્તાવો ના કરશો
એ હવે રોવે રિહોમણા નઈ મટે
એ નઈ મટે
એ તારા પ્રેમનીને કોઈ ફરક નઈ પડે

એ ટાઈમની લાયેલી હજી પડી છે બંગડીયો
જે સમયે તું મને હમજતી કલરીયો
ગોંડો થઈને ગોંડા જેમ તારી પાછળ રખડતો
તારી જોડે વાત કરવા તને રે કગરતો
એ નઈ હોઈ નસીબમાં હવે શું કરીયે
ડુબ્યા પછી હવે કેવી રીતે તરીયે
એ ઓટા ફેરા ના મારશો
એ ચેન ચાળા ના કરશો
ખોટો પસ્તાવો ના કરશો
એ ગોંડી ખોટે ખોટો જીવ ના બાળશો
ના બાળશો
એ તારા જીગાને કોઈ ફરક નઈ પડે

એ મરી હેંડયાતાં તારા માટે જયારે અમે
એ દાડે તો બઉ હવામાં ઉડતાતા તમે
તારો જમણો હાથ ઝાલી લવ યુ કીધુંતું તને
એ દાડે લાફો મારી લાચાર પાડયો મને
હો તમે નતુ જોયું હવે મારે શું જોવું
બઉ રોયા પેલા હવે નથી મારે રોવું
હે ખોટા સંદેશા ના મેલશો
ગોઠેણો હારે ના કેવડાવશો
ખોટો પસ્તાવો ના કરશો
એ હવે કીધે કેવરાયે કોઈ નઈ વળે
એ નઈ વળે
હવે તું મરે તોયે જન્નત તને નઈ મળે


Leave a Reply

Your email address will not be published.