તારા જેવા લાડ મન કુણ રે કરશે
તારા જેવું હસી મન કુણ રે બોલાવસે
હે તું ચ્યો જતી રઈ તારી આદત પડી જઈ
ચ્યો જતી રઈ તારી આદત પડી જઈ
તારા જેવો હાથ મન કુણ રે ફેરવશે
તારા જેવા લાડ મન કુણ રે કરશે
ધરતી ઉપર મને સ્વર્ગ રે દેખાતું
જયારે જયારે જાનું તને મળવાનું થાતું
એકબીજાની હોમે જોઇ રે રેવાતું
ઓંખો ના એરિયા માં ખોવાઈ રે જવાતું
હે તારી મીઠી મીઠી વાતો યાદ કરી રોઈ જાતો
મીઠી મીઠી વાતો યાદ કરી રોઈ જાતો
અરે રે તારા જેવું ધ્યોન મારુ કુણ રે રાખશે
અરે રે તારા જેવા લાડ મન કુણ રે કરશે
હો મને જે ગમે એ ગમાડી રે લેતી
હું જે આલુ એ પેરી રે લેતી
બાઈક પાછળ બેહીને ચોંટી રે પડતી
મારી હારે તું તો બિન્દાસ ફરતી
હે મારા ઓતેડાનો ઓરતો હું તો રોજ તને ખોળતો
ઓતેડાનો ઓરતો હું તો રોજ તને ખોળતો
જીગો જીગો કઈ ને મન કુણ રે બોલાવશે
અરે રે તારા જેવું ધ્યોન મારુ કુણ રે રાખશે
અરે રે તારા જેવા લાડ મન કુણ રે કરશે