58 નોનપણાની યાદ આઈ


નોનપણા ની યાદ આઈ
હે આઈ નોનપણા ની યાદ
આઈ બાળપણાં ની યાદ
જોઈ ફોટો પાકીટ મો રે
હે જોઈ ફોટો પાકીટ મો રે
હે મારા જોડે કરતી વાત એ તો
એ તો વાતો આઈ યાદ
જોઈ ફોટો પાકીટ મો રે
હે જોઈ ફોટો પાકીટ મો રે

હે ફોટો જોઈને મારી ઓખ ઉભરોણી
શી ખબર ગોડી મારી ચો ખોવરોણી
હે નથી મળતી એની ભાળ નથી કોઈ હમાચાર
જોઈ ફોટો પાકીટ મો રે
જોઈ ફોટો પાકીટ મો રે
અરે આઈ નોનપણા ની યાદ
આઈ બાળપણાં ની યાદ
જોઈ ફોટો પાકીટ મો રે
એનો ફોટો પાકીટ મો રે

હે ગોંડી ગોંડી કરી મુ તો ગોંડો થઇ જ્યો છું
એની યાદો માં મુ તો મરવા પડ્યો છું
હે દાડે રોથો મ તો રાતે રોયો
એને ગોતવા ઉગાડા પગે હું ફર્યો છું
હે એના માટે શિયાળો ને વેઠ્યો ખરો તડકો
એના વિયોગ નો લાગ્યો કાળ સમા ભડકો
હે યાદ જતી નહિ ચોય
મને સુજાતું નહિ કોય
જોઈ ફોટો પાકીટ મો રે
હે જોઈ ફોટો પાકીટ મો રે
હે આઈ નોનપણા ની યાદ
આઈ બાળપણાં ની યાદ
જોઈ ફોટો પાકીટ મો રે
હે જોઈ ફોટો પાકીટ મોં રે

હે મને લાગે એને મારી કોય નથી પડી
ઘડનારા એ એને કઠણ કાળજા ની ઘડી
હો હશે મારો ભગવોન કરે ઈ ખરી
જીવી ને શું કરવું હવે જવું તે મરી
હે પ્રેમ ની નિશાની હતી એક રે પાકીટ માં
એને પણ મારું નોમ લખ્યું હતું હાથ માં
હે હવે હઉ ને રોમ રોમ
હવે મારુ અહીં સુ કોમ
જોઈ ફોટો પાકીટ મોં રે
જોઈ ફોટો પાકીટ મોં રે
હૈ આઈ નોનપણા ની યાદ
આઈ બાળપણાં ની યાદ
જોઈ ફોટો પાકીટ મોં રે
હે એનો ફોટો પાકીટ મોં રે


Leave a Reply

Your email address will not be published.