59 હો વાલમ


હો વાલમ…હો વાલમ…હો વાલમ
વેલેરા આવો ને
ઓ વાલમ…હો વાલમ ના રે તારસાવો ને
એ હૂતો ઉંચી રે ચડુંને ન નેચી ઉતરું
તારા લાગે ભણકારા બારે નીકળું
એ જુરી રે મરું હૂતો જુરી રે મરું
આહ ભરું રે હૂતો આહ ભરું
એ તને વાયરે હમાચાર મોકલું
એ ઘરે આવો સાજણજી તમને નોતરું
એ હૂતો ઉંચી રે ચડુંને ન નેચી ઉતરું

હો દિવસ જો જાય મારી રાત નથી જાતી
કેમ રે કરું હું પરોઢ નથી ખાતી
હે વિરહ ની વેદના નથી સહેવાતી
તારી યાદો માં મારી આંખો છલકાતી
એ કરવી છે વાત ઘણી આવી ને મળો
બઉ જોવડાવી વાટુ પાછા રે વળો
એ તને વાયરે હમાચાર મોકલું
એ ઘરે આવો સાજણજી તમને નોતરું
એ હૂતો ઉંચી રે ચડુંને ન નેચી ઉતરું

એ પેલા તને ખવરાવી તારા હાથે હું ખાતી
કેમ રે કરું હું એ યાદો નથી જાતી
હો તું ના કહે મસ્ત ત્યાં લગી હું સવરતી
તારા કપડાં નો હું કલર મેચિંગ કરતી
કેમ રે સજું કોના માટે રે સજુ
આવું છું એ કઈ ને ગ્યાતા આવ્યા ના હજુ
એ તને વાયરે હમાચાર મોકલું
એ ઘરે આવો સાજણજી તમને વિનવું
એ હૂતો ઉંચી રે ચડુંને ન નેચી ઉતરું


Leave a Reply

Your email address will not be published.