હો મારા હોમું જોઈ આમ નજર ફેરવે છે
હો મારા હોમું જોઈ આમ નજર ફેરવે છે
દિલથી ઉતારીને મોઢું ફેરવે છે
હો મારા હોમું જોઈ આમ નજર ફેરવે છે
દિલથી ઉતારીને મોઢું ફેરવે છે
દિલથી ઉતારીને મોઢું રે ફેરવે છે
આ તું નઈ પણ તારો ઘમંડ બોલે છે
આ તું નઈ પણ તારો ઘમંડ બોલે છે
હો ત્યારે કોઈ વાત મારી ના ટાળતી
તારી ઓખે મારા વગર ના ભાળતી
આ તું નઈ પણ તારો ઘમંડ બોલે છે
આ તું નઈ પણ તારો ઘમંડ બોલે છે
હો પ્રેમ તો પ્રેમ છે નસીબથી મળે છે
હાંસો પ્રેમ જીવનમાં એક વાર થાઈ છે
હો પલભર માટે તમે બીજાના રે થશો
પણ મારા દિલમાં તો એક તમેજ હશો
હો મારા વિશે ખોટું કયારે હોમ્ભળતી ના
દિલથી તું દુર મને રાખતી ના
આ તું નઈ પણ તારો ઘમંડ બોલે છે
આ તું નઈ પણ તારો ઘમંડ બોલે છે
હો ચાર દાડાની ચાંદની માથે કાળી રાત હશે
ચારે કોર જો જે જીગા જેવું કોઈ ના હશે
હો ખોમી મારી કાઢશો તો ખુબી મારી નઈ મળે
પ્રેમ જગતમાં પ્રેમ આવો તને નઈ મળે
હો મારા વિના તો શ્વાસ પણ લેતી ના
ભુલથી કોઈના હોમું જોતી ના
આ તું નઈ પણ તારો ઘમંડ બોલે છે
આ તું તો નથી બોલતી તારો ઘમંડ બોલે છે
આ તું નઈ પણ તારો ઘમંડ બોલે છે
આ તું નઈ પણ તારો ઘમંડ બોલે છે