અંબા રમે જગદંબા રમે,
આરાસુર વાળી અંબા રમે
હે.. ખમકારા કરતી ખોડલ આવે,
સાથે બેનડીયું લઈ આવે
હે.. રાજપરા વાળી માડી રમે,
આરાસુર વાળી અંબા રમે
ચોટીલા થી ચામુંડ આવે,
સાથે જોગણીયુ લઈ આવે
હે.. માડી પાચળ ના પળવાળી રમે,
આરાસુર વાળી અંબા રમે
અંબા રમે જગદંબા…
અંબાજી થી અંબાજી આવે,
સાથે સરખી સહેલી લાવે
હે.. માડી આશાપુરી ના ચોકે રમે,
આરાસુર વાળી અંબા રમે
અંબા રમે જગદંબા…