હે તમે કુમકુમ પગલીયા પાડો મોરી માત
નોરતાની રાત આવી
નોરતાની રાત આવી
બાજોટિયા ઢાળીને ચોકે પધરાવશું
તારલા ભરેલી માને ચુંદડી ઓઢાડીશું
પહેરાવી ફૂલડાનો હાર મોરી મા
નોરતાની રાત આવી…
આસોપાલવના તોરણ બંધાવજો
કંકુ કેસરના સાથીયા પુરાવજો
હરખે થી ફૂલડે વધાવીશું મોરી માત
નોરતાની રાત આવી….