હે માં તારા આશીર્વાદ મને બહુ ફળ્યાં છે
હે ઓરતા હતા મનના માંરા તે પુરા કર્યા છે
ઓરતા હતા મનના માંરા તે પુરા કર્યા છે
માં તારા આશીર્વાદ મને બહુ ફળ્યાં છે
એ મારી માં તારા…
હો તારા પ્રતાપે મારે ખમ્મા-મજા છે
તારા ઉપકાર મુજ પર ધણા છે…
ઓ માં ભાવે તારી ભક્તિ કરતા
દિવા તારા મેં ભર્યા છે
હે દિવા માડી મેં ભર્યા માં તે અજવાળા કર્યા છે
દિવા ખાલી મેં ભર્યા માં તે અજવાળા કર્યા છે
માં તારા આશીર્વાદ મને…
હો માં સતની વાટે અમે રે ચાલતા
દુશ્મન હઝારો ઉભા થયા છે
હો તારા નામની લગની લાગી
તારા પ્રતાપે મારે ખોટ ક્યા છે…
હે તને આગળ કરી માં પગલા મેં તો ભર્યા છે
તને આગળ કરી માં પગલા મેં તો ભર્યા છે
માં તારા આશીર્વાદ મને…