પાવલી લઈને હું તો પાવાગઢ ગઈ’તી
પાવાગઢવાળી મને દર્શન દે, દર્શન દે,
નહિ તો મારી પાવલી પાછી દે.
પાવલી લઈને હું તો ચોટીલા ગઈ’તી
ચોટીલાવાળી મને દર્શન દે, દર્શન દે,
નહિ તો મારી પાવલી પાછીદે.
પાવલી લઈને હું તો રાજપરા ગઈ’તી
રાજપરાવાળી મને દર્શન દે, દર્શન દે,
નહિ તો મારી પાવલી પાછી દે.
પાવલી લઈને હું તો દડવા ગઈતી
દડવાવાળી મને દર્શન દે, દર્શન દે,
નહિ તો મારી પાવલી પાછી દે.
પાવલી લઈને હું તો આરાસુર ગઈ’તી
આરાસુરવાળી મને દર્શન દે, દર્શન દે,
નહિ તો મારી પાવલી પાછી દે.