સાચી રે મારી સત્ય રે ભવાનીમાં
અંબા ભવાની માં
હું તો તારી સેવા કરીશ મૈયાલાલ
નવ નવ રાતના નોરતા કરીશમાં,
પૂજાઓ કરીશ માં,
ગરબો વિરાટ નો ઝીલીશ મૈયાલાલ,
સાચી રે મારી સત્ય રે…
જ્યોતિ માં એક તારી છે જ્યોતિ
તારા સત નું ચમકે રે મોતી
શ્રદ્ધા વાળા ને તારુ મોતી મળે રે માં,
માડી રે …
તારી ભક્તિ ભવાની માં રાણી ભવાની માં
હું તો તારા પગલા ચુમીશ મૈયાલાલ
સાચી રે મારી સત્ય રે…
તું તરનાર ની તારણહારી,
દૈત્યો ને તે દીધા સંહારી,
શક્તિ શાળી ને તું તો જગની જનેતા માં
માડી રે …
મારી શક્તિ ભવાની માં ભોલી ભવાની માં
હું તો તારા વારણા લઈશ મૈયાલાલ
સાચી રે મારી સત્ય રે…