61 ઓ રે દિલ મારા કેમ રડે છે


ઓ રે ઓ દિલ મારા કેમ રડે છે…(2)
કિસ્મત ખરાબ હોય ત્યાં સૌકોઈ નડે છે
હો દિલ ની વાતો દિલમાં જ રાખવી
કોઈની આશા હવે નથી રે રાખવી…(2)
ઓ રે ઓ દિલ મારા કેમ રડે છે
કિસ્મત ખરાબ હોય ત્યાં સૌકોઈ નડે છે

હો જયારે પોતાના દુશ્મન બની જાય છે
વર્ષો નો પ્રેમ એક પલ માં ભૂલી જાય છે
હો મુખ પર બતાવવા અમે નથી માંગતા
ચહેરો જોઈ સૌ કોઈ સમજી જાય છે
હો દિલ માં દબાવી ક્યાં સુધી રાખવું
એકલા જ જિંદગી ને જીવી રે નાખશું…(2)
ઓ રે ઓ દિલ મારા કેમ રડે છે
કિસ્મત ખરાબ હોય ત્યાં સૌકોઈ નડે છે

હો સાથે જીવવા મારવા ના સોગંધ ખાય છે
ઘડી ભર નિભાવી ને જુદા થઇ જાય છે
હો પ્રેમ ને તો જિંદગી નો ખેલ સમજી જાય છે
જયારે સમજાય પ્રેમ મોડું થઇ જાય છે
જિંદગી માં આવી જ્યારે ભૂલ થઇ જાય છે
જીવતે જીવ મરી મરી ને જીવાય છે…(2)
ઓ રે ઓ દિલ મારા કેમ રડે છે
કિસ્મત ખરાબ હોય ત્યાં સૌકોઈ નડે છે


Leave a Reply

Your email address will not be published.