62 હું ભૂલી જઉ ભુલાતું નથી


હું ભૂલી જઉ ભુલાતું નથી
હું ભૂલી જઉ ભુલાતું નથી
હાથે લખ્યું તારું નામ ભૂંસાતું નથી
હું ભૂલી જઉ ભુલાતું નથી
હાથે લખ્યું તારું નામ ભૂંસાતું નથી

ઘાવ તો મટી ગયા દર્દ એના રહી ગયા
નિશાન એના રહી ગયા
હો કદી ના રૂઝાય એવા જખ્મો બની ગયા
બની પડછાયો મારો સાથ રે છોડી ગયા
સાથ એ છોડી ગયા
હું ભૂલી જઉ ભુલાતું નથી
હાથે લખ્યું તારું નામ ભૂંસાતું નથી…

જગત ના ઝેર પી ગયા
દર્દ હસતા સહી ગયા
સગા વ્હાલા રે વેરી થયા
તોયે મારા ના તમે થયા
હો બધું રે લૂંટી ને નિરાધાર એ કરી ગયા
કિનારે આવી ને મારે વહાણ રે ડૂબી ગયા
વહાણ રે ડૂબી ગયા
હું ભૂલી જઉ ભુલાતું નથી
હાથે લખ્યું તારું નામ ભૂંસાતું નથી…

તડપતા રે અમે રહ્યા તરછોડી ને તમે ગયા
ના ક્યાંય ના અમે રહ્યા વૈરી પોતાના બની ગયા
હો હેત થી બાંધેલા સંબંધ એ તોડી ગયા
કરે ના દુશ્મન એ કામ એ કરી ગયા
કામ એ કરી ગયા…
હું ભૂલી જઉ ભુલાતું નથી
હાથે લખ્યું તારું નામ ભૂંસાતું નથી
હું ભૂલી જઉ ભુલાતું નથી
હાથે લખ્યું તારું નામ ભૂંસાતું નથી..

ઘાવ તો મટી ગયા દર્દ એના રહી ગયા
નિશાન એના રહી ગયા
હો કદી ના રૂઝાય એવા જખ્મો બની ગયા
બની પડછાયો મારો સાથ રે છોડી ગયા
સાથ એ છોડી ગયા
હું ભૂલી જઉ ભુલાતું નથી
હાથે લખ્યું તારું નામ ભૂંસાતું નથી
હું ભૂલી જઉ ભુલાતું નથી
હાથે લખ્યું તારું નામ ભૂંસાતું નથી…


Leave a Reply

Your email address will not be published.