72 તારાથી નેડલો લાગ્યો


અમે બેડલે પોણી ઝ્યાતા હહુમા ના છોકરા રે
અમે બેડલે પોણી ઝ્યાતા હહુમા ના છોકરા રે
માને તમારો નેડો લાગ્યો
નણદીબા ના વીરડા રે

પોણી ભરતા યાદ તમારી રે આય
ઝટપટ બેડુ લાઈ ને ઘેર પછી આઈ
ઊભી વાટે ચોઈ ના ઊભી રાયતી
હહુમા ના છોકરા રે
અમે બેડલે પોણી ઝ્યાતા
હહુમા ના છોકરા રે

મન ના મોનેલા ઉઠો મેડુ ઉતરવો
વાગર વોંકે કેમ મોધુ રે ચડાવો
તારી રોની ને કેમ રોડાવો હોઈ
કોઈ ભૂલ તો આમને હંભડાવો
બોલો ને સાયબા ભાર બવ લગે
તમારા રિહના આકરા લાગે
હવે પુછિયા વગર પાગલુ નઈ ભરૂ
નણદી બા ના વીરડા રે
અમે બેડલે પોણી

પટણીયા હવે હટ મેલી દયો ને
મારી સોગંધ હવે મોની ઝો ને
બેદુ ઉતરાવ તા નઝારીયુ ટાક્રોની
તમરા હમુ જોઈ હુ શરમોની
પિયુજી આ ઝાલીયો પાલવ નો છેડો
યાદ આયો મને નાદી નો નેડલો
મટીયા રીહણ ને રાજી થૈજ્યા
હાહુમા ના છોકરા રે
અમે બેડલે પોણી


Leave a Reply

Your email address will not be published.