66 આવતી ઉતાવળી મને મળવા


એ ચંપલ પેરવા ના રેતી
ચંપલ પેરવા ના રેતી
ઘેર કેવા ના રેતી
હે આવતી ઉતાવળી મને મળવા
ચંપલ પેરવા ના રેતી
ઘેર કેવા ના રેતી
હે આવતી ઉતાવળી મને મળવા
હે કોઈ નવું બોનું કરી મળવા મને આવતી
હાથનું મીઠું રાંધેલું મને ખવરાવા લઈ આવતી
એ કઈને પુછવા ના રેતી
હો કઈને પુછવા ના રેતી
પોણી પીવા ના રેતી
હે આવતી ઉતાવળી મને મળવા
હે આવતી ઉતાવળી મને મળવા

હો દિલને ગમે વાતો તારી
યાદ છે મુલાકાતો તારી
તારા વિના વેરણ જાનુ લાગે આજ રાતો મારી
હો જાનુ મને જીવથી વાલી
તું છે મને પ્રાણથી પ્યારી
તારા વિના જિંદગી જાનુ હાવ હુંની લાગે મારી
હો અડધી રાતે જાનુ મારા હમાચાર લેતી
મને ના ભાળે તો જાનુ ગોંડી થઈને ફરતી
એ કોઈની પરવાહ ના કરતી
અરે રે કોઈની પરવાહ ના કરતી
બસ મારા ઉપર મરતી
હે આવતી ઉતાવળી મને મળવા
હે આવતી ઉતાવળી મને મળવા

હો તારા વિના ગમતું નથી
મન મારૂં ચોઈ લાગતું નથી
તને ના ભાળું તો ઘડી પણ મને ફાવતું નથી
કોઈનું કેવું કરતો નથી
કોઈની વાત માનતો નથી
તારાથી વધારે જાનુ પ્રેમ કોઈને કરતો નથી
હે વિશ્વાસ કર્યો છે જાનુ આંધળો મેં તારો
તારા રે ભરોસે જીવી જીગો આજ તારો
જાનું ચંપલ પેરવા ના રેતી
ચંપલ પેરવા ના રેતી
ઘેર કેવા ના રેતી
હે આવતી ઉતાવળી મને મળવા
હે આવતી ડિયરને જાનુ મળવા
હે આવતી ઉતાવળી મને મળવા


Leave a Reply

Your email address will not be published.